કમરનો દુ : ખાવો મટાડવા આ ટીપ્સ અજમાવો
( ૧ ) ૬૦ ગ્રામ અજમો ૬૦ ગ્રામ જુના ગોળમાં મેળવી , પીસી , તેમાંથી ૫-૫ ગ્રામ જેટલો સવાર – સાંજ લેવાથી કમરનો દુ : ખાવો મટે છે .
( ૨ ) ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં પ ગ્રામ મેથીનું ચુર્ણ નાખી પીવાથી કમરનો દુ : ખાવો મટે છે .
( ૩ ) પીપળાનાં મુળીયાનો પાઉડર પાણી સાથે એક એક ચમચી સવાર , બપોર , સાંજ લેવાથી કમરદર્દ મટે છે . એનાથી કમર મજબુત બને છે અને કમરનું બળ વધે છે .
( ૪ ) પેટ સાફ ન રહેતું હોય , ગર્ભાશયમાં સોજો કે કોઈ વીકૃતી હોય , વાયુથી શરીરના સાંધાઓ જકડાઈ ગયા હોય , તો બે કપ દુધમાં બેથી ત્રણ ચમચી દીવેલ – એરંડીયું , અડધી ચમચી સુંઠ અને અડધી ચમચી મેથીનો ભુકો નાખી ઉકાળી , ઠંડું પાડી જવું . આ ઉપચારમાં વાયુપીત્તાદી દોષાનુસાર આવશ્યક પરેજી પાળવી .
( ૫ ) સુંઠ અને ગોખરું સ ૨ ખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે .
( ૬ ) સુંઠ અને અજમો રાઈના તેલમાં ગરમ કરી તેની માલીશ કરવાથી કમરનો દુખાવો મટે છે તેમ જ દુખતા સાંધામાં આરામ થાય છે .
કમરના દુખાવામાં કસરતો
( ૧ ) જમીન પર બેસી હાથ આગળ ખેંચી પગના અંગુઠાને પકડવાનો પ્રયત્ન કરો .
( ૨ ) ચત્તા સુઈ જઈ પગ વચ્ચેથી ઉંચા રાખો .
( ૩ ) ઉંધા સુઈ જઈ પગના પંજા ત્રાંસા રાખી , જમીન પર નાક અડાડવું .
( ૪ ) ચત્તા સુઈ કમરથી ઉપર વળી વચ્ચેથી ઉભા કરેલા પગના ઘુંટણને અડવા પ્રયાસ કરો .
( ૫ ) ઉંધા સુઈ હાથના બળે પડી રહો .
( ૬ ) ચત્તા સુઈ પગ વચ્ચેથી ઉભા રાખો , ત્યાર બાદ એક પછી એક બંને પગ વારા ફરતી છાતી સુધી લઈ જવા પ્રયત્ન કરો .
( ૭ ) ઉંધા સુઈ વારાફરતી બંને પગ ઉંચા નીચા કરો .
( ૮ ) ખુરસી પર ટટ્ટાર બેસો . કમરેથી વળી ઘુંટણ સુધી માથું લઈ જાઓ . પ્રાણાયામ : કમરનો દુખાવો દુર કરવા બાહ્ય પ્રણાયામ ખુબ જ અકસીર છે . એની સાદી રીત મુજબ મોં વાટે બને તેટલો વધારેમાં વધારે શ્વાસ બહાર કાઢવો . ( જેટલો વધુ શ્વાસ બહાર કાઢી શકાય તેટલો વધુ ફાયદો થશે . ) આ પછી શ્વાસ બહાર રોકી રાખવો એટલે કે બાહ્ય કુંભક . શ્વાસ જેટલો વધુ સમય બહાર રોકી શકાય , બાહ્ય કુંભક જેટલો વધુ તેટલો જલદી લાભ થાય છે . આ પ્રાણાયામમાં બાહ્ય કુંભક ખુબ અગત્યનો હોવાથી કદાચ એને બાહ્ય પ્રાણાયામ કહેવામાં આવે છે . જ્યારે ન જ રહેવાય ત્યારે નાક વાટે શ્વાસ લેવો . પુરક હંમેશાં નાક વડે કરવો . આ પ્રણાયામ અર્ધા કલાક સુધી સતત કરતાં ગમે તેવા ભયંકર કમરના દુખાવામાં પણ લગભગ ૮૦ % ફાયદો તરત જ થવાની શક્યતા છે . આ મારો પોતાનો અનુભુત પ્રયોગ છે . શરૂઆતમાં બીજે દીવસે ખભાના તેમ જ છાતી નજીકના સ્નાયુઓ દુખવાની શક્યતા છે . જો કે એનાથી ટેવાતાં દુખાવો થશે નહીં .