WhatsApp Group Join Now
Telegram Group Join Now

ખાંસી મટાડવા ના 10 ઘરેલું ઉપચાર

(૧ ) ૫-૫ ગ્રામ મધ દીવસમાં ચારેક વાર ચાટવાથી કફ છુટો પડી ખાંસી મટે છે . 

( ૨ ) અજમાનાં કુલ ૧૬ ગ્રામ દીવસમાં ત્રણ વાર થી અને મધ સાથે લેવાથી કફ ઓછો થાય છે અને ખાંસી મટે છે . 

( ૩ ) એલચી , ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી ખાંસી મટે છે . 

( ૪ ) દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી તેનો રસ ચુસવાથી ખાંસી મટે છે . 

( ૫ ) દ્રાક્ષ , આમળાં , ખજુર , પીપર અને મરી સરખા ભાગે લઈ બારીક ચુર્ણ કરી તેમાંથી ૩-૩ ગ્રામ લઈ , થોડા મધમાં મેળવી સવારે , બપોરે અને સાંજે ચાટવાથી સુકી ખાંસી મટે છે . 

( ૬ ) લસણ , ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી , ચાટણ કરી , તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ખાંસી મટે છે . 

( ૭ ) કમળકાકડી એટલે રાષ્ટ્રીય ફુલ કમળનાં બીજનો નાની ચમચી પાઉડર મધ સાથે ચાટવાથી ખાંસી મટે છે . કમળકાકડીનો પાઉડર બજારમાં તૈયાર મળે છે . આ પાઉડર હંમેશાં ઝીણી ચાળણીથી ચાળીને વાપરવો જોઈએ . 

( ૮ ) દાડમનાં તાજાં છોડાં અથવા સુકાં છોડાંનો પાઉડર દુધમાં ઉકાળી પીવાી ગમે તેવી ઉધરસ મટે 

Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

( ૯ ) સુંઠ અને સાકર સમભાગે લઈ પાઉડર કરી રોજ દર બે કલાકે ૧-૧ નાની ચમચી , ૧ ચમચી મધ સાથે ચાટી જવું . કોઈ પણ પ્રકારની ખાંસીમાં આ પ્રયોગથી વત્તો – ઓછો ફાયદો તરત જોવા મળે છે . પ્રયોગ ધીરજપૂર્વક ચાલુ રાખવાથી ખાંસી જડમુળથી મટી જાય છે . 

( ૧૦ ) એલચીનું ચુર્ણ ૩/૪ ( .૭ પ ) ગ્રામ અને સૂંઠનું ચુર્ણ ૩/૪ ગ્રામ મધમાં મેળવી ચાટવાથી કફજન્ય ખાંસી મટે છે .

https://www.ndbhaliya.online/feeds/posts/default

Leave a Comment