અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધા પ્રવેશ ફોર્મ 2022-23
જે ખેલાડીઓ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માં ભાગ લેવા ઈચ્છતા હોય તો તેમના માટે અહી પ્રવેશ ફોર્મ મુકવામા આવ્યું છે . આ ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવીને યોગ્ય માહિતી ભરી ડોક્યુેન્ટ્સ સાથે તેમાં આપેલ સરનામા ઉપર મોકલવાનું રહેશે. આ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી નીચે લિંક આપેલ છે
પ્રવેશ ફોર્મ 2023
અખિલ ગુજરાત ગિરનાર આહોરણ – અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩ માટેના નિયમો
૧ ) આ સ્પર્ધામાં ( ૧ ) સિનિયર ભાઈઓ ( ૨ ) સિનિયર બહેનો ( ૩ ) જુનિયર વિભાગ ભાઈઓ ( ૪ ) જુનિયર વિભાગ બહેનો એમ કુલ ચાર વિભાગની અલગ – અલગ સ્પર્ધા રહેશે . ( જુનિયર વિભાગ ૧૪ થી ૧૮ વર્ષ અને સિનિયર વિભાગ ૧૯ થી ૩૫ વયમર્યાદા રહેશે . ) ( જન્મ તા . ૧-૧-૨૦૦૫ થી ૩૧-૧૨-૨૦૦૯ જુનિયર વિભાગ ) ( જન્મ તા . ૧-૧-૮૮ થી ૩૧–૧૨–૨૦૦૪ સિનિયર વિભાગ )
૨ ) વિભાગવાર સ્પર્ધાનું અંતર , સમયમર્યાદા અને ઈનામોની વિગત નીચે મુજબ રહેશે . ૧ ) સિનિયર અને જુનિયર વિભાગ ભાઈઓ ગિરનાર તળેટીથી અંબાજી સુધીના ૫૫ પગથિયાં ચડીને ઉતરવાના રહેશે . નિયત સમય મર્યાદા ૨ ( બે ) ક્લાક ૨ ) સિનિયર બહેનો અને જુનિયર વિભાગના બહેનો બંને વિભાગના બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયાં ચડીને ઉતરવાની સમય મર્યાદા – ૭૫ મિનિટ .
૩ ) આ નિયત સમય મર્યાદામાં સ્પર્ધા પૂરી કરનાર સ્પર્ધકોને પ્રમાણપત્રો આપવામાં આવશે .
૪ ) દરેક વિભાગવાર પ્રથમ વિજેતા હરીફોને નિયત પારિતોષિક અને પ્રમાણપત્ર આપવામાંઆવશે . ઉપરાંત કોઈ પ્રોત્સાહક ઈનામો જે તે વખતે જાહેર થશે તો તેવા સબંધકર્તા સ્પર્ધકને આવા ઈનામો આપવામાંઆવશે .
૩ ) ખેલાડી જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા હોય તે શૈક્ષણિક સંસ્થા મારફતે જ પ્રવેશ મેળવી શકશે . અભ્યાસ ચાલુ ન હોય તેવા ખેલાડીએ કોઈપણ બિનશૈક્ષણિક માન્ય રમત – ગમત સંસ્થા મારફતે જ પ્રવેશપત્રો , નિયત પ્રવેશપત્રમાના સબંધિત પ્રમાણપત્રમાં સહી સિક્કા સાથે જ મોકલવાના રહેશે . દરેક શૈક્ષણિક સંસ્થા વિભાગવાર મહતમ – ૫ અને બિનશૈક્ષણિક સંસ્થા વિભાગથી મહતમ – ૩ સ્પર્ધકો મોકલી શકશે . કોઈ ખેલાડીએ વ્યકિતગત રીતે સીધા જ મોકલેલ પ્રવેશપત્ર માન્ય રહેશે નહિ . સંસ્થા જો ઈચ્છે તો ટીમ મેનેજરશ્રીનું નામ અગાઉ પ્રવેશપત્રો સાથે જ મોકલવાનું રહેશે . ટીમ મેનેજરશ્રીએ પણ સ્વખર્ચે આવવાનું રહેશે .
૪ ) આ સ્પર્ધા માટેની લાયકાત ધરાવતા હોય અને નિયત મુદતમાં સંપૂર્ણ વિગતો સાથેનું પ્રવેશપત્ર મોકલેલ હોય તેવા તમામ સ્પર્ધકોને પ્રવેશ આપવામાં આવશે . સ્પર્ધાની નિયત તારીખ દૈનિક અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવશે . દરેક સ્પર્ધકે ગિરનાર તળેટી , ભવનાથ – જુનાગઢ મુકામે જનરલ મીટીંગમાં તેમના પોતાના ખર્ચે પહોંચવાનું રહેશે . આ સ્પર્ધામાં કોઈ વિશેષ અલગથી જાણકારી કરવામાં નહિ આવે . ભોજન વ્યવસ્થા સાંજથી કરવામાંઆવશે . ( ખેલાડીઓની જનરલ બેઠક સ્પર્ધાના આગળના દિવસે ૧૫-૦૦ કલાકે શરૂ થશે . )
૫ ) મહિલા વિભાગોની સ્પર્ધાનો સમય : સવારના ૯–૦૦ કલાકથી શરૂ થશે તથા પુરુષ વિભાગોની સ્પર્ધાનો સમય સવારના ૭–૦૦ કલાકથી શરૂ થશે અને આ નિયત સમય કરતાં ૩૦ મિનિટ પહેલા જેતે વિભાગના સ્પર્ધકે સ્પર્ધાના પ્રસ્થાન રેખા ઉપર ઉપસ્થિત રહેવાનું રહેશે .
૬ ) સ્પર્ધા પૂર્વે કે સ્પર્ધા દરમિયાન કોઈપણ સ્પર્ધકે કોઈ પ્રકારના માદક પદાર્થ કે ઉતેજક પીણાંનો ઉપયોગ કરી શકશે નહિ . જો તેમ કર્યાનું જાહેર થશે તો આવા સ્પર્ધકને પોલીસ સ્વાધીન કરવામાંઆવશે અને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે તેમજ પછીથી હકીકત જાહેર થયેથી વિજેતાપદ મેળવેલ હશે તો પણ વિજેતાપદેથી દૂર કરવામાંઆવશે .
૭ ) દરેક પ્રસ્થાન રેખાથી જે તે વિભાગની નિયત થયેલ ટર્નીંગ પોઈન્ટ સુધીના પગથિયા જાતે ચડી નિયત સ્થળે પહોંચવાનું રહેશે અને તેમ કર્યાની સાબિતી ટર્નીંગ પોઈન્ટ પર લગાડવામાંઆવનાર સંજ્ઞા ( સિમ્બોલ સીલ ) લગાવ્યા બાદ તુર્તજ ઉતરાણ કરવાનું રહેશે .
૮ ) આ સમગ્ર સ્પર્ધા દરમિયાન ગિરનાર પર્વતના માત્ર પગથિયાનો જ ઉપયોગ કરવાનો રહેશે . સ્પર્ધાના માર્ગમાં આવતી કેડી કે અન્ય ટૂંકા માર્ગનો ઉપયોગ કરી શકાશે નહિ .
૯ ) સમગ્ર સ્પર્ધા દરમિયાન ડોળી , લાઠી કે અન્ય કોઈ સહારા વિના પૂર્ણ કરવાની રહેશે .
૧૦ ) જે તે વિભાગ માટેના આપનાર નિયત ચેસ્ટ નંબર જલગાડવાના રહેશે અને સ્પર્ધકની ચેસ્ટ અને પીઠ ઉપર દૂરથી દેખાય તે રીતે સૂચના અનુસાર ચેસ્ટ નંબરોસમગ્ર સ્પર્ધા દરમિયાન લગાવી રાખવાના રહેશે . તેમજ સ્પર્ધાને અનુરૂપ ગણવેશ ફરજીયાત પહેરવાનો રહેશે .
૧૧ ) આ સમગ્ર સ્પર્ધા અત્યંત સાહસિક અને જોખમી છે તેમ છતાં આ સ્પર્ધામાં જે તે સ્પર્ધકે તેમની પોતાની અને તેમના વાલીની ઈચ્છા અને સંમતિથી સ્પર્ધકએ પોતાના જોખમે જોડાવાનું રહેશે . સ્પર્ધા દરમિયાન કોઈ સ્પર્ધકને સ્પર્ધક દ્વારા અન્ય કોઈને નુકસાન અકસ્માત ઈજા કે જાનહાની થાય તો તે અંગેની આયોજકોની કોઈ જવાબદારી રહેશે નહિ .
૧૨ ) આ સ્પર્ધા માટે શારીરિક રીતે યોગ્ય હોય તેવા સ્પર્ધકોએ જ ભાગ લેવા કોઈ સ્પર્ધકને અગાઉ કોઈ મોટી ઈજા થઈ હોય , શારીરિક કે માનસિક ખોડખાંપણ હોય , અકસ્માત કે હાડકા ભાંગેલા હોય કે પર્વત ચઢાણને લીધે શ્વાસોશ્વાસમાં તકલીફ થતી હોય , બ્લડ પ્રેશરના દર્દી હોય અથવા હૃદય નબળું હોય , ચક્કર આવતાં હોય તેવી વ્યક્તિઓએ આ સ્પર્ધામાં ભાગ લેવો નહિ . આમ છતાં આવી હકીકત છુપાવી સ્પર્ધામાં જોડાયા હશે અને તેવા સ્પર્ધકને કોઈ અકસ્માત થશે તો તે અંગેની આયોજકોની કોઈજવાબદારી રહેશે નહિ .
૧૩ ) સ્પર્ધા દરમિયાન નિવાસ ભોજન કે સમગ્ર સ્પર્ધા દરમિયાન ગેરશિસ્ત આચરનાર તથા સ્પર્ધાના કોઈ નિયમો કે સૂચનાઓનો ભંગ કરનાર સ્પર્ધકને સ્પર્ધામાંથી બાકાત કરવામાંઆવશે અને તે અંગેનો આયોજકોનો નિર્ણય આખરી ગણાશે . જેને કોઈ કક્ષાએ પડકારી શકાશે નહિ ,
૧૪ ) ગિરનાર કે દાતાર પર્વત પર રહેતા હોય કે ત્યાં ગિરનાર અને દાતાર પર્વત પરની સીડીઓ પર યાત્રાળુઓનો માલ સામાન વજન કે તેઓના બાળકોને ઉંચકી જતાં હોય , વ્યવસાયી કામે અવારનવાર કે કાયમી રોજબરોજના આવતા હોય તેવી કોઈ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ . આવી હકીકત છુપાવી સ્પર્ધામાં દાખલ થયેલ હશે તેવા સ્પર્ધકોને પણ આ તબક્કે સ્પર્ધામાંથી અને વિજેતા થયા હશે તો વિજેતાપદ પરથી બાકાત કરવામાં આવશે અને જરૂર જણાયે પોલીસને સ્વાધીન કરવામાંઆવશે .
૧૫ ) સ્પર્ધાના વિજેતા અંગેના નિર્ણાયકો દ્વારા થનાર નિર્ણયને ખેલદિલીપૂર્વક સ્વીકારવાના રહેશે અને તે અંગે કોઈ વાદ વિવાદ કરી શકાશે નહિ , વિતરણ સમારોહ પૂરો થાય બાદ આ સ્પર્ધા અંગેના કોઈપણ પ્રકારના આક્ષેપ પ્રતિઆક્ષેપ કે વાદ વિવાદ કરી શકાશે નહિ .
૧૬ ) સિવિલ સર્જન અથવા માન્ય ડોકટરનું શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે .
૧૭ ) વાલીની સંમતિ અવશ્ય આપવાની રહેશે .
૧૮ ) અભ્યાસ કરતા વિદ્યાર્થી બિનશૈક્ષણિક જેવા કે રમત મંડળ , જેસીઝ , રોટરી સંસ્થામાંથી ભાગ લઈ શકશે નહિ . જો આવી હકીકત ધ્યાને આવશે . તો સ્પર્ધકસ્પર્ધામાં ભાગ લઈ શકશે નહિ .
૧૯ ) સિનિયર વિભાગના ખેલાડી સ્પર્ધકો જુનિયર વિભાગમાં ઉંમર છૂપાવી ભાગ લેતા હોય છે . આવી હકીકત ઘ્યાને આવશે તો , ત્રણ વર્ષ માટે આ સ્પર્ધામાંથી બાકાત થશે .
૨૦ ) ચેરીટી કમિશ્નરશ્રીદ્વારા માન્ય મંડળો જ નભણતા ખેલાડીઓની ભલામણ કરી શકશે .
૨૧ ) સ્પર્ધામાંભાગ લેવા માટે રીપોર્ટીંગ સમયે રૂા .૨૦૦ –ડિપોઝીટ પેટે આપવાના રહેશે . તેમજ સ્પર્ધા સમય મર્યાદામાં એટલે કે ભાઈઓ ૨ કલાક અને બહેનો ૭૫ મિનિટમાં પૂર્ણ કરી હોય તેવા સ્પર્ધકોને જડિપોઝીટ પરત મળશે .
૨૨ ) પ્રવેશપત્રમાં માગ્યા મુજબની પૂરી હકીકત સ્વચ્છ અક્ષરોમાં ભરી સાથે સામેલ કરવાના દરેક સાધનિક કાગળો સાથે તા . ૧૨–૧૨–૨૦૨૨ સુધીમાં સાંજના ૫–૦૦ કલાક સુધીમાં નીચેના સરનામે રૂબરૂ અથવા ટપાલ મારફતે પહોંચતા કરવાના રહેશે . ‘ ‘ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી , બહુમાળીભવન , બ્લોક નં . ૧૧ , સરદારબાગ , જુનાગઢ . ’ ’ ફોનઃ૦૨૮૫-૨૬૩૦૪૯૦નંબર ઉપર સંપર્ક કરવાથી જરૂરી માર્ગદર્શન મળી શકશે .
૨૩ ) સ્પર્ધાના આગળના દિવસે સાંજે 5:00 કલાક પહેલાં રીપોર્ટ કરનાર સ્પર્ધકને જ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે .
૨૪ ) પ્રવેશપત્ર સાથે જરૂરી વિગતો તેમજ આધારકાર્ડની નકલ જોડેલી નહિ હોય તેમનું પ્રવેશપત્ર રદ્દથવાપાત્ર છે .
૨૫ ) ઉપરોકત નિયમો મેં વાંચ્યા છે . જે મને બંધનકર્તા છે . જેની હું બાયેંધરી લખી આપું છું .
૨૬ ) સ્પર્ધા માટે પસંદગી થયેલ રદ થયેલ નામની યાદી facebookid : Dso Junagadhcity પર મુકવામાં આવશે .