જાણો વાવાઝોડા દરમ્યાન બંદરો ઉપર લગાવવામાં આવતા 1 થી 12 નંબરના સિગ્નલો શું સંકેત દર્શાવે છે.
સિગ્નલ નંબર 01
દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઇ રહ્યું છે અને પવન 60 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. આ સિગ્નલનો અર્થ પવનની ચેતવણી છે.
સિગ્નલ નંબર-02
દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને પવનની ગતિ 60થી 90ક્લોમિટર પ્રતિ કલાક રહેશે. આ સિગ્નલ દરિયામાં જઈ રહેલાં વહાણો માટે મહત્ત્વનું છે.
સિગ્નલ નંબર-03
દૂર દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે. પવનની ગત્તિ 60થી 90 કિલોમિટર પ્રતિ કલાક રહેશે.
સિગ્નલ નંબર -04
સ્થાનિક વૉર્મિંગ – દરિયામાં વાવાઝોડું સર્જાયું છે અને તે બંદરને અસર કરી શકે છે. આ સિગ્નલ બંદર પર લાંગરેલાં વહાણો માટે ભયજનક સ્થિતિ દર્શાવે છે. સિગ્નલ 3 અને 4 સૂચિત કરે છે કે ખરાબ હવામાનના કારણે બંદરની સ્થિતિ ભયજનક છે.
Live વાવાઝોડું જોવા માટે નીચે ક્લીક કરો
સિગ્નલ નંબર-05
ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે બંદરનું હવામાન ખરાબ થઈ ગયું છે. વાવાઝોડું બંદરની ડાબીબાજુથી પસાર થઈ શકે છે.
સિગ્નલ નંબર-06
ભયનો સંકેત છે. વાવાઝોડાને કારણે બંદરનું હવામાન ખરાબ થઇ ગયું છે. વાવાઝોડું બંદરની જમણી બાજુથી પસાર થઇ શકે છે.
સિગ્નલ નંબર-07
ભયનો સંકેત છે. આનો અર્થ છે કે ચક્રવાત બંદરની નજીકથી અથવા તો બંદર પરથી પસાર થશે.
સિગ્નલ નંબર -08
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની જમણી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.
સિગ્નલ નંબર-09
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું ભયંકર કે અતિ ભયંકર છે અને તે બંદરની ડાબી બાજુથી પસાર થશે. હવા 90થી 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.
MAFAT PLOT YOJANA click here
સિગ્નલ નંબર-10
ખૂબ જ મોટું જોખમ સૂચિત કરે છે. વાવાઝોડું અતિ ભયંકર છે અને તે બંદર પરથી અથવા પાસેથી પસાર થશે. પવનની ગતિ 200કિલોમિટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેશે. આ સુપર સાયક્લૉનની ચેતવી છે.
સિગ્નલ નંબર 11
જ્યારે પવન 103 થી 118 કિમી પ્રતિ કલાકથી વધારે ફૂંકાવા લાગે છે ત્યારે 10 નંબરનું સિગ્નલ બંદર પર લગાડી દેવામાં આવે છે. આ સિગ્નલ લાગે ત્યારે ખૂબ જ ભયાનક સ્થિતિ સર્જાય છે.
સિગ્નલ નંબર-12
જ્યારે તોફાની પવનની ઝડપ 119થી 220 કિલોમીટર ની હોય ત્યારે બંદર ઉપર 12 નંબરનું સિગ્નલ