પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વ્યક્તિગત નવું બાંધકામ અર્થે સબસીડી / સહાય
પ્રધાનમંત્રી આવાસ યોજના- કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ ૨૦૨૨ સુધી ઝુંપડપટ્ટી મુક્ત અને જર્જરિત મકાન નું નવેસર થી બાંધકામ કરવા માટે સૌના માટે આવાસ ” હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૨૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે .
પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઝાંખી અને વિશેષતાઓ
લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત જેમાં પતિ – પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ
પોતાની જમીન ધરાવતા વ્યક્તિઓને આવાસમકાન ) બાંધકામ કરવાના હેતુસર સહાય
૩.૩ લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર
લાભાર્થી પાસે આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર હોવું ફરજીયાત
આવાસ પરિવારની મુખ્ય સ્ત્રી ના નામ પર અથવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે કરવાના રહે છે
લાભાર્થીએ NBC ના કોડ અને સ્થાનિક GDCR મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વ્યાપ
લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર ૩૦.૦૦ છો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે .
30.00 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય
કુલ મળવાપાત્ર રકમ રૂ .૩,૫૦,૦૦૦ ( B. ત્રણ લાખ પચાસ હજાર )
જેમાં કેન્દ્ર સરકાર ની સહાય રૂ .૧,૫૦,૦૦૦ ( રૂ.એક લાખ પચાસ હાજર ) ની રહેશે
રાજ્યસરકાર ની સહાય રૂ .૨,૦૦,૦૦૦ ( ૩.બે લાખ ) ની રહેશે
પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીની પાત્રતા
જમીન નો માલિક અરજદાર પોતે લેવો જોઈએ .
અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ
કૌટુંબિક વાર્ષિક આવક રૂ .૩,૦૦,૦૦૦ / – થી વધુ ન હોવી જોઈએ
અરજદારે PMAY ( પ્રધાનમંત્રી આવાસ યોજના ) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ .
પ્રધાનમંત્રી આવાસ યોજના માં અરજદારે રજુ કરવાના પુરાવા
- જમીન માલિકી ના પુરાવા ( પાકા દસ્તાવેજની નકલ / સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ / ૭-૧૨ ની નકલ )
- લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી / તલાટી નો દાખલો ( ૩ લાખ થી પછી આવક મર્યાદા )
- લાભાર્થી ના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું ૩.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સોગંધનામું .
- આધારકાર્ડ ની નકલ ( કુટુંબ ના દરેક સભ્યની )
- મતદાનકાર્ડ ની નકલ
- બેંક પાસબુક / કેન્સલ ચેક
- રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો
- લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝ ફોટો
- સંયુક્ત માલિકી ના કિસ્સા માં નમીન ના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો ૩.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સંમતિપત્ર .
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા અરજી ક્યાં કરવી ?
મહાનગર પાલિકા વિસ્તારના રહીશો એ મહાનગર પાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો .
જીલ્લા કે નગર પાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો .
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો .
વધુ વિગત માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અફોર્ડેબલ હાઉસિંગ ની વેબસાઈટ ની નીચે આપેલ લિંક ધ્વારા મેળવી શકો છો