આવશ્યતા અને સંભાવના અનુસાર દરેક પગથિયાં ૩ મીટર સુધી પહોળા કરાશે
ખીણ બાજુ પ્રોટેક્શન વોલ અને રેલિંગ બનાવાશે
વન્યપ્રાણીઓની રંજાળ ન થાય તે રીતે પગથિયાં પર લાઇટ ગોઠવાશે.
દરેક 100 પગથિયે..
- કચરાપેટી
- શેડિંગ એલિમેન્ટ્સ
- ૪ સોલાર પેનલ
દરેક 500 પગથિયે..
- પીવાનું પાણી
- બેઠક વ્યવસ્થા
- શૌચાલય
દરેક 250 પગથિયે..
- માર્ગદર્શક બોર્ડ
- બેઠક વ્યવસ્થા
દરેક 1000 પગથિયે..
- આરામ સ્થળ
- સિક્યુરિટી પોઇન્ટ
- માહિતી કેન્દ્ર
- પ્રાથમિક આરોગ્ય સુવિધા
- બેઠક વ્યવસ્થા
- સોલાર પેનલ
- કચરા પેટી
આ સિવાય અમુક અંતરે વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ મુકાશે, જ્યાં પાણીના સંગ્રહની સાથે ફિલ્ટર પ્લાન્ટ પણ મુકાશે!
સીડી માર્ગ ઉપર બંને બાજુ બેઠક વ્યવસ્થા, કુડસ્ટોલ, નક્કી કરેલા અંતર ઉપર ઝરૂખા બનાવી બંને તરફનું જંગલ નિહાળી શકાય તે માટે દૂરબીનની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, લાઇટિંગ, તમામ મંદિરનું સમારકામ, સલામતી અને તબીબી સારવાર, મહત્વના રસ્તાઓ ઉપર ગેઇટ માહિતી બોર્ડ અને ઐતિહાસિક માહિતી મળી રહે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે.
અંબાજી મંદિરના જીર્ણોદ્ધાર સહિત ટૂંક પર સુવિધાઓમાં વધારો થશે; જેમાં મંદિર સામે યજ્ઞકુંડ સાથેનું પરિસર, શૌચાલય અને મિનિ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સેફ્ટિ રેલિંગ, મલ્ટી પર્પઝ હોલનું નિર્માણ થશે.
વધુ માહિતી નીચે PDF માં આપેલ છે. ડાઉનલોડ કરવા માટે Download PDF બટન ઉપર ક્લિક કરવું. અને આ માહિતી તમામ મિત્રો ને શેર કરજો.. અને તમારા મંતવ્યો કૉમેન્ટમાં જરૂર લખજો